Tuesday 25 September 2012

પ્રાથમિક શાળા ના બાળકો માંટે સૉફ્ટવેર ગેમ


 ડાઉનલોડ

    આ ગેમ રમેશકુમાર મહેશ્વરી દ્વારા બનાવા માં આવેલ છે . જેમાં ધોરણ 6 7 8 ના એમસીક્યુ  ટેસ્ટ ,ગુજરાત અને ભારત ના નક્શો બનાવવો ,ગુણાકાર ,સાપસીડી વગેરે નો સમાવેશ કરેલ છે .

Wednesday 19 September 2012

ધોરણ 8 વિજ્ઞાન ટેસ્ટ પેપર

મિત્રો , મારા મિત્ર શ્રી ચંપક ધમસાણીયા ,ફલ્લા એ ધોરણ 8 માટે વિજ્ઞાન ના કસોટી પત્રકો બનાવેલ છે જે અહી પોસ્ટ કરું છું .

પાઠ 3 - આધુનિક ખેતી 
પાઠ 4 -સૂક્ષ્મ જીવો 
પાઠ 6- ઉર્જા ના સ્વરૂપો 
પાઠ 7 - માનવનિર્મિત પદાર્થો 

Saturday 8 September 2012

ધોરણ 10 ના વિધાર્થી માટે


મિત્રો હમણાં ધોરણ 10 ની પરીક્ષા નજીક આવી રહી છે .તૈયારી ના ભાગરૂપે વિજ્ઞાન અને ટેક્નોલૉજી ના બધા જ પાઠ ની MCQ ની ક્વિઝ ની લિન્ક અહી મુકેલ છે . જે ઓનલાઇન રમી શકાય છે. ખૂબ જ સારો પ્રયાસ છે . બનાવનાર ને ખોબલે ખોબલે અભિનંદન .

  અહી ક્લિક કરો

Sunday 2 September 2012

શિક્ષણ નું ટૂલબાર -સફળતા ની કેડી એ

                                    ટૂલબાર ઋણ સ્વિકાર

મિત્રો ,શૈક્ષણિક બ્લોગ અને વેબસાઇટ ને સમાવતું '' શિક્ષણ નું ટૂલબાર '' ધીમી પણ મક્કમ ગતિ એ સફળ થઈ રહિયું છે . બે મહિના માં 350 શિક્ષકો એ ડાઉનલોડ કરી ને એને સફળ બનાવ્યું છે. એમનો ફીડબેક પણ ખૂબ જ સારો રહિયો છે . ટૂલબાર માં લગભગ તમામ બ્લોગ અને સાઇટ નો સમાવેશ કરવા માં આવ્યો છે . નવા બ્લોગ પણ એડ કરવાનું ચાલુ જ છે . આ ઉપરાંત શિક્ષણ ઉપયોગી સરકારી સાઇટ , શાળા ઉપયોગી મેગેજીન ,વર્તમાનપત્રો વગેરે નો પણ સમાવેશ કરેલો છે . હજુ ગણિત અને વિજ્ઞાન માટે ની સાઇટ નો સમાવેશ કરવો છે . આ ટૂલબાર તદન ફ્રી માં ડાઉનલોડ થઈ શકે છે . મારો આશય પૈસા કમાવા નો નહિ . આ ફક્ત અને ફક્ત શિક્ષક સમાજ ને ઉપયોગી થવા નો પ્રયાસ છે ટેક્નોલોજી નો ઉપયોગ કરી બાળકો ને ઉપયોગી માર્ગદર્શન મળી રહે એ માટે નો છે. આપ સહુ નો સાથ મળતો રહે અને આ ટૂલબાર ને વધુ ને વધુ શિક્ષકો સુધી લઈ જાવ એવી પ્રાથના . હેપી બ્લોગિંગ .......
                                                                                              રમેશ ધમસાનીયા