વહાલા મિત્રો , તમે રોજ રોજ નેટ નો ઉપયોગ કરતાં હશો . સરસ ! એમાં ક્યારેક તમે જુદા જુદા પ્રકાર ના ટૂલબાર વિષે વાંચિયું હશે . જેમ કે ગૂગલ ટૂલબાર , યાહૂ ટૂલબાર ,કૉમ્યુનિટી ટૂલબાર ,બ્રધરસોફ્ટ ટૂલબાર વગેરે વગેરે ...... આ ટૂલબાર કામ શું આવે ? ખેર ,ટૂલબાર એટલે તમારે જોઈતું બધુ જ એક જગ્યા એ થી મળે એ . આ સિમ્પલ ગુજરાતી મીનિંગ થયો . આ પ્રકાર ના ટૂલબાર આપણે ફ્રી માં ડાઉનલોડ કરી શકી એ છીએ . આપણે પીસી કે લેપટોપ માં આપના માનીતા બ્રાઉજર માં ડાઉનલોડ કરી શકી છીએ . અને એ ટૂલબાર પર થી જ ફેસબુક ,ગૂગલ ,ટ્વિટર ને એક્સેસ કરી શકી .તેમજ ઈમેલ ,વેધર ,તમારી મનપસંદ સાઇટ ,યૂ ટ્યૂબ ,ઓનલાઇન રેડિયો .મ્યુજિક સાંભળી શકી . તો આ બધુ એક જ પ્લેસ પર થી એક્સેસ થાય એનું નામ ટૂલબાર .
હવે તો મને એમ થયું કે નાત જાત તન મન ધન થી આપણે રહિયા શિક્ષક !!!!! તો નેટ પર શિક્ષણ માટે ના ખૂબ બધા બ્લોગ ,વેબસાઇટ. શાળા ના બ્લોગ ,સીઆરસી બીઆરસી ના બ્લોગ , કાર્યરત છે . તો એ બધા ને એક જ જગ્યા એ થી એક્સેસ ના કરી શકાય ? બસ આ વિચાર આવ્યો ને જન્મ થયો એક નવા શેક્ષણિક ટૂલબાર નો જેમાં આ બધી બાબત નો સમાવેશ કરવા માં આવ્યો છે . આ ટૂલબાર મારા બ્લોગ માં મેનૂ બાર માં આપેલી લિન્ક શેક્ષણિક ટૂલબાર - ધમસાણીયા રમેશ ક્લિક કરવા થી ડાઉનલોડ થઈ શકશે. એકવાર ડાઉનલોડ પૂરું થઈ એટલે સૂચના મુજબ આગળ વધતાં રહો. પછી પીસી રિસ્ટાર્ટ કરો .પાછા તમારું બ્રાઉજર ઓપન કરો . ગૂગલ ના લોગો ની ઉપર નેવિગેશન બાર માં ટૂલબાર horizontal સ્વરૂપ માં નજરે પડશે .બસ આટલું જ . તો કરી લો ડાઉનલોડ ને શિક્ષણ ના જગત માં નાહવા માંડો ? ત્યાં સુધી માં હું ટુવાલ લઈ આવું !!!!!!!
ફ્રોમ : રમેશ ધમસાણીયા
હેપી બ્લોગિંગ .......
No comments:
Post a Comment