Wednesday, 11 April 2012

થોડીક વાતો ને થોડુક જાણવા જેવુ

  • મિત્રોથોડીક વાતો કરીયે
  • આજે વિજ્ઞાન અને ટેક્નોલોજી નું પેપર હતું . ખૂબ સહેલું હતું .હોશિયાર વિધાર્થી જૂમી ઉઠ્યા બાકી ના તો ,ખેર તમે ને હું બને સમજી છી . 
  • આજે બુધવાર ની શતદલ પૂર્તિ માં જય વસાવડા નો લેખ વાંચિયો. ખૂબ સરસ લેખ હતો.જરૂર થી વાંચજો .બાળકોના શિક્ષણ માં  ગુજરાતી  કે  ઇંગ્લિશ મિડિયમ રાખવું એ માટે  અટવાતા આજના વાલી ઑ માટેસહાયરૂપ બનશે
  • થોડીક કમ્પ્યુટર ટિપ્સ જોઈ લઈ એ.
  • પેન ડ્રાઈવમાંથી વાયરસ ડીલીટ કરો………….

    (From;  Computer help info.blog )

    બોલપેન માંગો ત્યાં પેન ડ્રાઈવ મળે તેવા સમયમાં સૌથી વધારે જો વાયરસને તમારા કમ્પ્યુટર માં મોકળો રસ્તો આપતું હોય તો તે છે પેન ડ્રાઈવ. હા, સર્વે અને ટેકનીકલ નિષ્ણાતો પણ મને છે કે પેન ડ્રાઈવ દ્વારા વાયરસ વધુ આવી શકે છે. તો પછી “USB” ડ્રાઈવમાંથી વાયરસની હકાલપટ્ટી કરી જ નાખો આટલું કરીને ……………………….
    તમે જયારે પણ પેન ડ્રાઈવ કમ્પ્યુટરમાં નાખો છો એટલે ઓટોમેટિક એ સ્ક્રીન બોક્સ આવી જાય છે ત્યાં તમે ” OK “ ને બદલે ” CANCEL “ ક્લિક કરો ત્યાર બાદ ” START “ પર ક્લિક કરી ” RUN “ માં જઈ “CMD” ટાઇપ કરો પછી ( યુ.એસ.બી ડ્રાઈવની જે ડ્રાઈવ હોય તે ટાઇપ કરો ) અને પછી (dir /w/a) ટાઇપ કરી એન્ટર પ્રેસ કરો આ પછી નીચે મુજબની એક પણ ફાઈલ દેખાય છે કે નહિ. તે જુઓં………………………..
  • autorun.inf
  • ravmon.exe
  • new folder.exe
  • svchost.exe
  • heap41a
અથવા આ સિવાય પણ અન્ય કોઈ શંકાશીલ ફાઈલ.
જો આમાંથી એક પણ ફાઈલ દેખાય તો સમજવું કે પેન ડ્રાઈવ માં વાયરસ છે. હવે Command prompt માં જ  -r -a -s -h *.* ટાઇપ કરો જે (Read only, Archive, system, Hidden file) ના એટ્રીબ્યુટસ્ ડીલીટ કરી નાખશે. હવે આ ફાઈલો ને ડીલીટ કરવાનો વારો. ત્યાં del filename આ રીતે ટાઇપ કરો ઉદા. તરીકે del Revmon.exe બસ, આ રીતે ઉપરોક્ત દરેક ફાઈલને તેમજ જેના પર શંકા જતી હોય તેને ડીલીટ કરી નાખો હવે એન્ટી વાયરસ દ્રારા સેફ સાઇડ માટે પેન ડ્રાઈવ સ્કેન કરાવીને ખાતરી કરી લે કે વાયરસ છે કે નહિ…………………..

No comments:

Post a Comment